સુરેન્દ્રનગરમાં માતેલા સાંઢની માફક દોડતાં ડમ્પરે મહિલાને હડફેટમાં લેતા ઘટના સ્થળે જ મોત

accident

copy image

accident
copy image

સુરેન્દ્રનગરમાં માતેલા સાંઢની માફક દોડતાં ડમ્પરોનો ત્રાસ દિન પ્રતિ દિન વધી રહ્યો છે. ત્યારે સૂત્રો જણાવી રહ્યા છે સુરેન્દ્રનગરમાં બહુચર હોટલ નજીક ડમ્પર ચાલકે મહિલાને અડફેટમાં લેતા મહિલાનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ વાહન ચાલક મહિલાને ડમ્પર ચાલકે હડફેટમાં લેતા આ બનાવ બન્યો હતો જેમાં મહિલાનું ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલ ડમ્પર ચાલક વિરુદ્ધ આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે.