સોમનાથથી દ્વારકા જતી કર્ણાટકની બસ બંધ પડેલી ટ્રક પાછળ ઘુસી : બેનાં મોત, બેની હાલત ગંભીર

accident

copy image

accident
copy image

સોમનાથથી દ્વારકા જતી કર્ણાટકની બસનો દ્વારકા હાઇવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં બેનાં મોત થયા છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સોમનાથથી દ્વારકા જતી કર્ણાટકની બસ બંધ પડેલી ટ્રક પાછળ ઘુસી જતા બસમાં સવાર મુસાફરમાંથી બે લોકોના મોત નિપજ્યાં હતા. તેમજ અન્ય બે લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે આ બનાવમાં સાત લોકોને ઘાયલ થયા છે. આ અકસ્માતમાં ઘાયલ થયેલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.