૨૫ કુંજ પક્ષીના મુતદેહ તથા ગેરકાયદેસર દેશી બનાવટની બંદુક પકડી પાડતી નિરોણા પોલીસ

હથિયાર ધારાના સફળ કેસો શોધવા માટે મે.આઇ.જી.પી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ,સરહદી રેન્જ,ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વીકાસ સુંડા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.બી.ભગોરા સાહેબ, નખત્રાણા વિભાગ નખત્રાણાનાઓના માર્ગદશન તથા ઈન્ચાર્જ પો.ઈન્સ એ.એમ.મકવાણા નિરોણા પોલીસ સ્ટેશનના સુચના મુજબ પોલીસ સ્ટેશન હાજર હતા તે દરમ્યાન સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી હકિકત આધારે વંગ ગામથી ઉતરે કંજરવેશન રણ વિસ્તારમાં કુંજ પક્ષીનો ગેરકાયદેસર દેશી બંદુક વડે શિકાર થાય છે જેથી રેઈડ કરતા બોલેરો પીક-અપ ગાડીમા ૨૫ કુંજ પક્ષીના મુતદેહ તથા દેશીબંદુક તથા કાર્તીસ જીવતા તથા ખાલી નંગ-૨૪ તથા બે છરી તથા એક કુહાડી પકડી તેમજ શિકાર કરેલ ૨૫ કુંજ પક્ષી વન્ય પ્રાણી અધિ.અન્વયે કાયદેશરની કાર્યવાહી કરવા ફોરેસ્ટને શોંપેલ તેમજ ગેરકાયદેસર રીતે પકડાયેલ હથીયાર અંગે નિરોણા પોલીસ સ્ટેશન પાર્ટ-બી ગુ.ર.નં- ૧૫/૨૦૨૫ આમ્સ એકટ ૧૯૫૯ ની કલમ-૨૫(૧-બી)એ, ૨૭,૩૫ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુનો દાખલ કરેલ છે.
મુદામાલ
(૧) દેશી બનાવટની દેશી બંદુક કિ.રૂ.૧૦૦૦/- તથા જીવતા તથા ખાલી કાર્તીજ નંગ-૨૪ કી.રૂ.૨૪૦૦/-,(૨) છરી નંગ-૨, કુહાડી નંગ-૧
(૩) બોલેરો પીક-અપ નં- જી.જે-૧૨ બી.ડબલ્યુ-૯૦૧૨
આરોપીઓ
(૧) બોલેરો પીક-અપ નં- જી.જે.૧૨ બી.ડબલ્યુ-૯૦૧૨ નો ચાલક
(૨) વન પ્લસ મોબાઇલ ફોનનો ધારક તથા તેની સાથે શિકાર કરવા આવેલ ઈસમો
ઉપરોકત કામગીરીમાં નિરોણા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પો.ઇન્સ એ.એમ.મકવાણા, તથા એ.એસ.આઈ.ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ.ભરતભાઈ સોલંકી, પો.હેડ.કોન્સ. નીલેશકુમાર પી.ચૌધરી તથા પો.કોન્સ નીકુલકુમાર રાજપુત,ડ્રા.પો.કોન્સ.વજાભાઈ ગમાર જોડાયેલ હતા.