અંજારના ખંભરામાં એક યુવાન સાથે મારામારી કરનાર આરોપી ઈશમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

fir

copy image

copy image

અંજાર ખાતે આવેલ ખંભરામાં એક યુવાન સાથે મારામારી કરનાર આરોપી ઈશમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારના ખંભરામાં વાડીએ રહી મજુરી કામ કરનાર યુવાન આ બનાવમાં ઘાયલ થયો છે. ગત તા. 21/2ના રોજ ફરિયાદી પોતાની દીકરીને શાળાએ મૂકી બાદમાં શાકભાજી લઈને જઈ રહ્યો હતો તે દરમ્યાન આરોપી શખ્સે મારી સામે કેમ જુએ છે એમ કહી ગાળા ગાળી કરી હતી. ઉપરાંત ધોકો ઉપાડી આ યુવાન પર આડેધડ હુમલો કરી નાખ્યો હતો. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.