ભચાઉના જૂના કટારિયા ગામમાંથી પવનચક્કીના તાળાં તોડી રૂા. 88 હજારના વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

copy image

copy image

 ભચાઉ ખાતે આવેલ જૂના કટારિયા ગામમાંથી પવનચક્કીના તાળાં તોડી રૂા. 88,800ના વાયરની ચોરી કરનાર અજાણ્યા ચોર ઈશમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ જૂના કટારિયા ગામના સીમમાં આવેલી પાંચ પવનચક્કીમાં ડવ રિસોર્સીસ પ્રા. લિમિટેડની સિક્યુરિટી છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ બનાવના ફરિયાદીના ભાઇ કુંભ મેળામાંથી પરત આવતાં તા. 8/2ના તેમનું જમણવાર રાખતાં ફરિયાદી નોકરી પર ગયા ન હતા. અને બીજા દિવસે સવારે આવીને જોતાં પવનચક્કીના તાળાં તૂટેલા જણાયા હતા. ઉપરાંત વધુ તપાસ કરતાં તેમાંથી ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. કોઈ અજાણ્યા ચોર ઈશમોએ ધારદાર હથિયારોથી જુદા જુદા કોપર વાયરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અહીથી કુલ રૂા. 88,800ની વાયર ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી જેના આધારે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.