સુરતમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત : દૂધ ભરેલ ટેન્કર ચાલકે બેફામ રીતે વાહન ચલાવી બે હોમગાર્ડ જવાનોને અડફેટે લેતા એકનું મોત એક ઘાયલ

copy image

સુરત ખાતે આવેલ બારડોલીના સુરતી જકાતનાકા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં, દૂધ ભરેલ ટેન્કર ચાલકે બેફામ રીતે વાહન ચલાવી બે હોમગાર્ડ જવાનોને અડફેટે લીધા હતા. આ બનાવ અંગે વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગફલતભરી રીતે વાહન ચલાવી ટેન્કર ચાલકે બારડોલી જકાતનાકા નજીક ફરજ બજાવતા બે હોમગાર્ડ જવાનોને અડફેટમાં લઈ અકસ્માત સર્જ્યો હતો. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, સર્જાયેલ અકસ્માતમાં કિરણ ચૌધરી નામના એક હોમગાર્ડ જવાનનું મોત થયું હતું, તેમજ અન્ય એકની હાલત ગંભીર બનતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ છે. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.