આદિપુરમાં રેલવેના ફાટક મેનને માર મારવાના પ્રકરણમાં ત્રણ શખ્સો વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ

copy image

copy image

 આદિપુરમાં રેલવેના ફાટક મેનને માર મારવાના પ્રકરણમાં ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુરમાં રેલવે કોલેનીમાં રહેનાર સૂરજકુમાર જીવણકુમાર કુસ્વાહ નામનો યુવાન એલ.સી. ગેટ ફાટક નંબર પાંચ આદિપુર સ્પેશિયલ-05 ગેટ પર પોઇન્ટ્સમેન તરીકે ફરજ બજાવે છે. ગત રાત્રે સી.કે.વાય.આર. માલગાડી ટ્રેન પસાર થવાની હોવાથી ફરિયાદીએ ફાટક બંધ કરી દીધો હતો. અને બાદમાં ટ્રેન પસાર થઇ ગયા બાદ ફાટક ખોલી નાખ્યો હતો. તે સમયે કોઈ અજાણ્યા શખ્સે ત્યાં આવી ધાક ધમકી કરી હતી. ઉપરાંત ટૂંક સમયમાં અન્ય બે સાગરીતને સાથે લઇ ફાટક બંધ કરવા મુદ્દે ફરિયાદીને માર મારી તેની ફરજમાં રૂકાવટ પેદા કરી હતી. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.