ડીસા પાલનપુર હાઈવે પર બે કાર સામસામી અથડાતાં સર્જાયો અકસ્માત : બંને ચાલકો થયા ઘાયલ

copy image

copy image

બનાસકાંઠામાં ફરી એક વખત ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ગમખ્વાર અકસ્માત ડીસા પાલનપુર હાઈવે પર સર્જાયો હતો. અહી રસાણા બસ સ્ટોપ નજીક  બે કાર સામ સામે અથડાતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં બંને કારના ચાલકો ઘાયલ થતાં તેમને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. બનાવને પગલે અકસ્માત સ્થળે ટ્રાફિક જામ સર્જાયો હતો.