Skip to content
જૂનાગઢમાં પોસ્ટ ઓફિસ રસ્તા પર એ-ડિવિઝન પોલીસની તદ્ન પાસે જ વ્રજ વંભ ચેમ્બરમાં ચાલતા ક્રિકેટ સટ્ટા પર એસઓજીએ રેડ પાડી 7 શખસોને 81,265ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતાં. જ્યારે પાંચ શખસો નાસી જતાં ઝડપવાની તપાસ હાથ ધરાઈ છે. જૂનાગઢમાં આઈપીએલ શરૂ થતાં જ સટ્ટાખોરો બેફામ બન્યા હોય તેમ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની તદ્ન પાસે જ પોસ્ટ ઓફિસ રોઢ પાસેથી વ્રજ વંભ ચેમ્બરમાં qક્રકેટ સટ્ટો ચાલતો હોવાની બાતમીને આધારે એસઓજી ટીમે રેડ પાડી સટ્ટો રમતા સાગર મહેશ લાઠીગરા (માલીવાડા રોડ), પંકજ ઉર્ફે પપ્પુ કાંતીલાલ રાયઠઠ્ઠા (અંબાઈ ફળિયા), જીગર ગઢિયા (મીરાનગર રોડ), વિપુલ પોપટ (સુપ્રભાત એપાર્ટમેન્ટ), નૌશાદ મહંમદ હુશેન પીરાણી (કરીમાબાદ સોસા), વિજય જગદીશ ગૌસ્વામી, હિતેષ જેઠસુર બસિયા (રામનગર)ને રોકડ રૂ.20,765, મોબાઈલ ફોન નંગ 12 કિંમત રૂ.15,500, ત્રણ મોટર સાઈકલ 45,000 સહિત કુલ રૂ.81,265ની મત્તા સાથે પકડી લીધા હતાં. તો મયુર, પકોડા, લાલા, મીત, અશોક નામના પાંચ શખસો નાસી છૂટવામાં સફળ રહ્યાં હતાં. પાંચેય શખસોને પકડી લેવા પોલીસે ચક્રોગતિમાન કર્યા હતાં તો પકડાયેલા મોબાઈલ પરથી મોટું નેટવર્ક પણ ઝડપાવાની શકયતાને નકારી શકાતી નથી તો બીજી તરફ પોલીસ સ્ટેશનની 200 મીટર પાસે જ પકડાયેલા સટ્ટાથી સટ્ટાખોરોને પોલીસની બીક જ ન હોય તેવો માહોલ લાગી રહ્યો છે.