વાંકાનેરના પંચાસર રસ્તા પર આવેલ કારખાનામાંથી પંદરેક દિવસ પૂર્વે તસ્કરો દ્વારા તસ્કરી કરવામાં આવી હતી જેમાં કુલ ૧.૫૦ લાખના મુદામાલની તસ્કરી મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરની અરુણોદય સોસાયટીના રહેવાસી ઉપેશભાઈ બચુભાઈ કોરીંગાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ લખાવતા જણાવ્યું છે કે ગત રાત્રીના અરસામાં અજાણ્યા બે શખ્સો શક્તિ મેન્યુફેકચર નામના કારખાનાની વંડી તપીને અંદર પ્રવેશ કરી શટરના તાળા તોડી શેડમાં રાખેલ કોપર વાયર કુલ વજન ૨૦૦ કિલોગ્રામ કિંમત રૂ.૧.૫૦ લાખની તસ્કરી કરી ગયા હતા. તેમજ ગત રાત્રીના અરસામાં ચાર અજાણ્યા શખ્સોએ તસ્કરીનો પ્રયાસ કર્યો હતો. વાંકાનેર સીટી પોલીસે તસ્કરીની ફરીયાદ નોંધી તસ્કરોને પકડી લેવા કાર્યવાહી હાથ ધરી છે.