ભવ્ય આતશબાઝી સાથે કરાયું મહાકુંભબુ સમાપન : ૪૫ દિવસમાં કુલ 66.21 કરોડ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં ભાગ લીધો

copy image

copy image

પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભનું ગત દિવસે 26/2ના સમાપન થયું છે ત્યારે મહાકુંભના ૪૫માં અને અંતિમ દિવસે સવા કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ મહાશિવરાત્રીના અને આ મહાકુંભના અંતિમ સ્નાન માટે સંગમમાં ડુબકી લગાવી હતી. આ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા, 13 જાન્યુઆરીએ પ્રયાગરાજમાં આ મહાકુંભનો પ્રારંભ થયો હતો ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ દ્વારા જણાવેલ કે, વિશ્વ ઇતિહાસમાં આ અભૂતપૂર્વ અવિસ્મરણીય છે, પૂજ્ય અખાડાં, સાધુ-સંતો, મહામંડલેશ્વરોં તેમજ ધર્માચાર્યોના આશીર્વાદનું જ આ ફળ છે કે સમરસતાનો આ મહાકુંભ વિશ્વને એકતાનો સંદેશો આપી રહ્યો છે.

મહાકુંભના અંતિમ દિવસે સાંજે છ વાગ્યા સુધીમાં 1.44 કરોડ શ્રદ્ધાળુઓએ સંગમમાં ડુબકી લગાવી હતી. જ્યારે ૪૫ દિવસમાં કુલ 66.21 કરોડ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં ભાગ લીધો છે. ત્યારે સ્નાનના છેલ્લા દિવસે, યુપી સરકાર મેળાનું સમાપન એક અદભુત લાઇટ શો અને આતશબાજી સાથે કરવામાં આવેલ હતું.