Skip to content
રાજકોટ : ગઢકાની સીમમાં જુના ડરોઇ રસ્તા પર આવેલી પટેલ વૃધ્ધ નાથાભાઇ પોપટભાઇ પટેલ (ઉ.૭૨)ની વાડીમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી ક્રાઇમ બ્રાંચે રેડ પાડી તેના સહિત ૯ ઇસમોને તિનપત્તી રમતાં ઝડપી પાડી રૂ.૭૨,૩૫૦ની રોકડ જપ્ત કરી લીધી હતી. ક્રાઇમ બ્રાંચના એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા અને હરદેવસિંહ જાડેજાને બાતમી મળતાં ગઢકાની સીમમાં નાથાભાઇ પટેલ (રહે. રાજકોટ સાધના સોસાયટી-આનંદનગર કોલોની ‘અચ્યુત’)ની વાડીમાં રેડ પાડી તેને તથા વિનુભાઇ પટેલ, સુરેશ શિવાભાઇ ગઢીયા, કરમશીભાઇ હરજીભાઇ ગઢીયા, ખોડાભાઇ હરજીભાઇ લુણાગરીયા, દુર્લભ જેરામભાઇ કલોલા, જેન્તીભાઇ ટપુભાઇ ઢોલરીયા, મહેશ ભીખાભાઇ ગઢીયા અને ભાવેશ ઉર્ફ ભવાન ઉકાભાઇ ગઢીયાને ઝડપી પાડી રૂ.૭૨,૩૫૦ રોકડા અને ગંજીપાના જપ્ત કર્યા હતાં. વૃધ્ધ નાથાભાઇએ પોતાની વાડીના મકાનમાં જુગાર રમવાની વ્યવસ્થા કરી આપી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જયદિપસિંહ સરવૈયાની સુચના અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી.એમ. ધાખડા તથા ટીમના ફિરોઝભાઇ શેખ, સોકતના ખોરમ સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે વિજયસિંહ, પ્રતાપસિંહ અને હરદેવસિંહની બાતમી પરથી આ રેડ પાડવામાં આવી હતી.