વાંકાનેરના ઢુવા નજીક માટેલીયા નદીમાં સાળી અને બનેવીનું ડૂબી જવાના કારણે મોત

copy image

ગુજરાતનાં વાંકાનેર ખાતે આવેલ ઢુવા નજીક માટેલીયા નદીમાં સ્નાન કરવા માટે ઉતરેલા સાળી અને બનેવીનું ડૂબી જવાના કારણે મોત નીપજયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ હતભાગી સાળી-બનેવી મૂળ રાજસ્થાનના વતની હતા. જેઓ વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક માટેલીયા નદીમાં સ્નાન કરવા માટે ગ્યાં હતા જ્યાં ડૂબી જવાના કારણે તેમનું મોત થયું હતું. બનાવની જાણ થતાં જ વાંકાનેર તાલુકા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.