સુરેન્દ્રનગર ખાતે આવેલ વાગડિયામાં કાર્બોસેલની ખાણમાં વધુ એક શ્રમિકનું મોત

સુરેન્દ્રનગર ખાતે આવેલ વાગડિયા ગામના સીમ વિસ્તારમાં કાર્બોસેલની ખાણમાં વધુ એક શ્રમિકનું મોત નિપજ્યું હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરેન્દ્રનગરના વાગડિયા ગામની સીમમાં કાર્બોસેલની ખાણમાં ગોપાલ નામના શ્રમિકનું મોત થયું છે. બનાવને પગલે નાયબ કલેક્ટરે વાગડિયા ગામની સીમમાં ગેરકાયદે કાર્બોસેલની ખાણો પર દરોડા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.