ઉત્તરાખંડના ચમોલીમાં ભારે હિમવર્ષાને કારણે માના ગામ નજીક થયેલ હિમપ્રપાતમાં 57 કામદારો દટાયા:ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષા માટે ઓરેન્જ એલર્ટ જાહેર

copy image

ઉત્તરાખંડના ચમોલીમાં ભારે હિમવર્ષાને કારણે માના ગામ નજીક હિમપ્રપાત થયું હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ઉત્તરાખંડના માના ગામમાં થયેલ હિમપ્રપાતમાં 57 કામદારો દટાઈ ગયા છે. જેમાંથી 10 કામદારોને સુરક્ષિત રીતે બહાર કઢાયા છે. ઘટનાસ્થળે રાહત કાર્ય હજુ પણ જારી છે. ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી બરફવર્ષા થઈ રહી હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. કેદારનાથ ધામ, ત્રિયુગીનારાયણ, તુંગનાથ, ચોપટા અને અન્ય ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. ત્યારે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, હવામાન વિભાગ દ્વારા ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરી કરી દેવાયું છે.