રાજકોટ શહેરમાં રસ્તા પર ઊભેલી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ધોડદામ મચી

copy image

રાજકોટ શહેરમાં રસ્તા પર ઊભેલી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ધોડદામ મચી જવા પામી હતી. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટ શહેરના મવડી ચોકડી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. અહી અચાનક કારમાં આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી. બનાવને પગલે સ્થાનિકે લોકોની ભરી ભીડ એકઠી થઈ હતી. આ બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તેમની ટીમ દ્વારા તુરંત ઘટના સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.