મુંદ્રા ખાતે આવેલ કુતડી બંદર ટુન્ડાવાંઢમાં છેલ્લા 100 વર્ષથી માછીમારી કરતા 650 પરિવારો મુશ્કેલમાં મુકાયા : કંપની દ્વારા અવરજવર માટેના માર્ગ તોડી પાડવામાં આવેલ હોવાની આશંકા

copy image

મુંદ્રા ખાતે આવેલ કુતડી બંદર ટુન્ડાવાંઢમાં છેલ્લા 100 વર્ષથી માછીમારી કરતા 650 પરિવારો મુશ્કેલમાં મુકાયા હોવાનું સામે આવી રહ્યું છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ખાનગી કંપની દ્વારા તેમના અવરજવર માટેના માર્ગ તોડી પાડવામાં આવેલ હોવાની આશંકા જાહેર કરાઈ રહી છે. વર્ષ 2017માં શેખરણપીરથી કોરીકોર તરફનો નવો માર્ગ માછીમારોને અપાયો હતો. ત્યારે કંપની દ્વારા લેખિત બાંહેધરી આપવામાં આવેલ હતી કે માછીમારોને સ્થળાંતર કરવામાં નહીં આવે. પરંતુ 25 ફેબ્રુઆરી 2025ના કંપની દ્વારા જ આ રસ્તો તોડી પાડવામાં આવેલ છે. ત્યારે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે હાલમાં જ અહી એક ગંભીર ઘટના બની હતી જેમાં ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ જવા માટે ભારે હાલાકી ભોગવવી પડી હતી. તૂટેલ રસ્તો હોવાના કારણે રિક્ષા ન જઈ શકતા મહીલાને મુશ્કેલીથી બીજી ગાડીમાં આદિપુર રામબાગ હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતી. આ મામલે અગાઉ પણ સંબંધિત વિભાગોમાં લેખિત રજૂઆતો કરવામાં આવેલ હોવા છતાં કોઈ કામગીરી હાથ ધરવામાં આવેલ નથી.