નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢી આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ


પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આવી પ્રવુત્તિ આચનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને જીલ્લામાં વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધવા માટે સુચના આપેલ હતી. જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. વિકેશભાઇ રાઠવા, વિરેન્દ્રસિંહ જાડેજા, તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિદાન ગઢવી, મહિપાલસિંહ પુરોહિત તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઇ રબારીનાઓ મીલ્કત સબંધી ગુનાઓ શોધવા પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન વિકેશભાઇ રાઠવા તથા લાખાભાઇ રબારીનાઓને બાતમી હકીકત મળેલ કે, હરદેવસિંહ ટપુભા સોઢા રહે.ખાંભલા તા.નખત્રાણાવાળો તેના મળતીયાઓ સાથે મહિન્દ્રા બોલેરો ગાડી જેના રજી.નં.- જી.જે.૧૨ બી.વાય. ૦૩૧૪ વાળીમાં ઈલેક્ટ્રીક તથા લોખંડનો સામાન ભરી નખત્રાણાથી ભુજ તરફ જઈ રહ્યા છે અને તેમની પાસે રહેલ ઈલેકટ્રીક સામન તથા લોખંડની વસ્તુઓ તે ચોરી કે છળકપટથી મેળવેલ છે અને તેઓ આ સામાન સગેવગે કરવા માટે ભુજ તરફ જઈ રહ્યા છે. જે હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા (૧) હરદેવસિંહ ટપુભા સોઢા ઉ.વ.૨૦ રહે.ખાંભલા તા.નખત્રાણાવાળો તથા (૨) જયેન્દ્રસિંહ દિલુભા સોઢા ઉ.વ.૨૨ રહે.ખાંભલા તા.નખત્રાણા તથા (૩) રાણસિંહ બલવંતસિંહ સોઢા ઉ.વ.૧૯ રહે.સોઢા કેમ્પ ખાનાય તા.અબડાસા તથા (૪) દર્શન અજયભાઈ પંડ્યા ઉ.વ. ૨૨ રહે.કોટડા(જ) તા.નખત્રાણા વાળાઓ મળી આવતા તેમના કબ્જાની બોલેરો ગાડી ચેક કરતા ઈલેકટ્રીક મોટરો તથા અન્ય ઈલેક્ટ્રીક અને લોખંડની વસ્તુઓ મળી આવેલ જેથી મજકુર ઇસમોની યુકતી પ્રયુકતીથી પુછપરછ કરતા જાણાવેલ કે, આજથી પંદર વીસ દિવસ પહેલા અમે ચારેય જણા તથા ક્રીપાલસિંહ નરપતસિંહ સોઢા રહે.ખાનાય વાળો સાથે મળી આ મહિન્દ્રા બોલેરો ગાડી જેના રજી.નં.- જી.જે.૧૨ બી.વાય. ૦૩૧૪ વાળી લઇને રવાપર ગામની સીમ વિસ્તારમાં આવેલ પવનચક્કીની બાજુમાં એક કન્ટેનરનું તાળું તોડી તેમાં રહેલ આ ઈલેક્ટ્રીક મોટરો તથા અન્ય ઈલેક્ટ્રીક સામાન તથા લોખંડના સામાનની ચોરી કરી આ સામાન લોડીંગ ગાડીમાં ભરી ખાંભલા ગામની સીમમાં સંતાડેલ હતો અને આ સામાન આજરોજ ભુજ બાજુકોઈ ખરીદનાર મળેથી વેચાણ માટે જઈ રહેલ હોવાની હકીકત જણાવેલ જે અંગે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ખરાઇ કરતાં નીચે મુજબનો ગુનો દાખલ થયેલ જેથી મજકુર ઇસમોના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમોને બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)(ઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
- મળી આવેલ મુદામાલ
- મહીન્દ્રા કંપનીની બોલેરો ગાડી રજી.નં.- જી.જે.૧૨ બી.વાય. ૦૩૧૪ કી.રૂ. ૫,૦૦,૦૦૦/-
- પંખાવાળી ઈલેક્ટ્રીક મોટરો નંગ-૦૪,નાની-મોટી ઈલેક્ટ્રીક મોટરો નંગ-૦૫, ચેઈન બ્લોક નંગ-૦૧ તથા અન્ય ઈલેક્ટ્રીક સામાન અને લોખંડની વસ્તુઓ જેની કુલ્લે કી.રૂ. ૪૭,૩૦૦/-
- પકડાયેલ આરોપી
- હરદેવસિંહ ટપુભા સોઢા ઉ.વ.૨૦ રહે.ખાંભલા તા.નખત્રાણા
જયેન્દ્રસિંહ દિલુભા સોઢા ઉ.વ.૨૨ રહે.ખાંભલા તા.નખત્રાણા
- રાણસિંહ બલવંતસિંહ સોઢા ઉ.વ.૧૯ રહે. સોઢા કેમ્પ ખાનાય તા.અબડાસા
- દર્શન અજયભાઈ પંડ્યા ઉ.વ. ૨૨ રહે.કોટડા(જ) તા.નખત્રાણા
- પકડવાના બાકી આરોપી
ક્રીપાલસિંહ નરપતસિંહ સોઢા રહે.ખાનાય
- વણશોધાયેલ શોધી કાઢેલ ગુનો
નખત્રાણા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૬૨/૨૦૨૫, ભારતીય ન્યાય સહીતા-૨૦૨૩ની કલમ ૩૦૫ (એ), ૩૩૧(૪) વિગેરે મુજબ