ધોળાવીરા ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને જિલ્લા વહીવટીતંત્ર  દ્વારા કચ્છી કલાઓથી સજ્જ સ્મૃતિચિહ્ન અર્પણ કરાયું

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ આજરોજ કચ્છ મુલાકાતના દ્વિતીય દિવસે વિશ્વ વારસાના સ્થળ ધોળાવીરાની મુલાકાત લીધી હતી. ધોળાવીરા સાઈટની મુલાકાત બાદ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, તાલીમી સનદી અધિકારીશ્રી ઈ. સુસ્મિતા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ, ભચાઉ પ્રાંત અધિકારીશ્રી જ્યોતિ ગોહિલ સહિત સમગ્ર કચ્છ જિલ્લા વહીવટીતંત્રની ટીમે કચ્છી કલાઓથી સજ્જ સ્મૃતિચિહ્ન રાષ્ટ્રપતિશ્રીને અર્પણ કર્યું હતું. આ તકે રાષ્ટ્રપતિશ્રીએ ધોળાવીરા પરિસરમાં મહાનુભાવોની સાથે વૃક્ષારોપણ કર્યું હતું.