ભાગીદારીના નામે 15 લાખ લઈ નાસી જનાર તબીબ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે ભુજમાં રહેનાર મૂળ ભચાઉના યુવાનને હોસ્પિટલમાં ભાગીદાર બનાવ્યા બાદ તેની પાસેથી રૂપિયા મેળવી લઈ અને 15 લાખ પરત આપ્યા વિના જ નાસી જનાર આરોપી ડોકટર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ અંગે મૂળ ભચાઉના અને હાલે ભુજમાં રહેતા જાલમસિંહ બળવંતસિંહ જીજુભા જાડેજા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અનુસાર ફરિયાદીને એક શખ્સ મળેલ જેને કાજાણી હોસ્પિટલ ભુજના હોસ્પિટલમાં રોકાણ કરવા ભાગીદારની જરૂરત હોવાનું જણાવ્યુ હતું બાદમાં ફરિયાદી તેની સાથે કાજાણી હોસ્પિટલ ગયેલ હતો જ્યાં ડોકટર જેનુલઅલીએ પોતે જી.કે. જનરલ હોસ્પિટલમાં પ્રોફેસર હોવાની તથા પત્ની સાથે કાજાણી હોસ્પિટલ ચલાવતા હોવાની સમગ્ર વાત જણાવી હતી. બાદમાં આધુનિક મશીનરી માટે ભાગીદારની જરૂરત હોવાનું તથા દર મહિને પાંચ લાખનો નફો થતો હોવાનું પણ જણાંવવામાં આવેલ હતું. ત્યાર બાદ ફરિયાદી અને ડોકટર ભચાઉ ખાતે વકીલની ઓફિસે જઇ ભાગીદારી અંગે લખાણ કરાવ્યું હતું. ત્યારે ફરિયાદીએ પહેલાં એક લાખ, બાદમાં રોકડા રૂા. 12,50,000 નું રોકાણ કરેલ હતું. બાદમાં વધુ રકમ એમ થઈ કુલ રૂા. 25 લાખ આ તબીબને આપ્યા હતા. કરવામાં આવેલ લખાણ અનુસાર દર મહિને ફરિયાદીને આ તબીબ રૂા. બે લાખ આપવાના હતા, પરંતુ બે મહિના સુધી રકમ ન આવતાં ફરિયાદીએ અનેક વખત સંપર્ક કર્યો હતો જેથી  રૂા. પાંચ લાખ  અપાવવામાં આવેલ હતા. બાદમાં આ હોસ્પિટલ અન્ય બે લોકોને ચલાવવા આપી દેવાઇ હતી. તે સમયે ફરિયાદીને પાંચ લાખ આપવામાં આવેલ હતા વધુ  15 લાખ માટે તબીબનો સંપર્ક કરવામાં આવતા તેનો ફોન બંધ આવ્યો હતો.ઉપરાંત આ શખ્સ અન્ય લોકો સાથે પણ ભાગીદારી કરી લખાણ કરાવી મોટી રકમ લઇને નાસી ગયો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.