વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે : સાસણ ગીરની લેશે મુલાકાત

copy image

copy image

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવવાના છે. ત્યારે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ  PM મોદી જામનગર,સોમનાથ અને સાસણગીરની મુલાકાતે પહોંચશે. ત્યારે પીએમ મોદીની મુલાકાતને પગલે તંત્ર સજ્જ બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે જામનગર પહોંચશે. બાદમાં સર્કિટ હાઉસ ખાતે પહોંચશે. રાત્રી રોકાણબાદ આવતીકાલે સવારે તેઓ રિલાયન્સ જવા માટે પ્રસ્થાન કરશે. રિલાયન્સ રિફાઇનરીની અંદર આવેલા વનતારાની મુલાકાત લીધા બાદ તેઓ ગીર સોમનાથ જીલ્લાની મુલાકાતે પહોંચશે.  ત્યારે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે PM મોદીના સાસણ ગીરના પ્રવાસ અંતર્ગત 2 માર્ચના જંગલ સફારીના પ્રવાસીઓ માટે બંધ રહેશે. 3 માર્ચે બપોર સુધી જંગલ સફારી પ્રવાસીઓ માટે બંધ રહેશે. તેમજ ‘વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડે’ અંતર્ગત PM મોદી સાસણમાં વિશેષ બેઠકમાં ભાગ લેશે.