આદિપુર લીલાશાહ ફાટક પર ભારણ વધવાના કારણે વાહનચાલકોને હાલાકી

copy image

અંજારના મેઘપર બોરીચી વચ્ચે આવેલા લીલાશાહ કુટિયા રેલવે ફાટક પર અંડરબ્રીજ બનાવવાની કામગીરી થતી નથી તેમાં પણ ગરનાળું બંધ થવાના કારણે તે વાહનો પણ અહી આવતા વાહન ચાલકોને ભારે ટ્રાફિકજામની સમસ્યાનો સામનો કરવો પડે છે. સૂત્રો જણાવી રહ્યા છે આ મામલે હવે લોકોની દિન પ્રતિ દિન ઓછી થતી જઈ રહી છે ત્યારે રેલવે કર્મચારીઓ સાથે બોલાચાલીના બનાવો પણ સમયાંતરે બનતા હોવાનું સામે આવી રહ્યું છે. લાંબા સમયથી અંડરબ્રીજનું કામ મંજુર થઈ ગયેલ હોવા છતાં બીજી વખત રીટેન્ડરીંગ થતા હાલ કામ અટકી ગયું છે. સતત માલગાડીઓની અવરજવર હોવાના કારણે અનેખ વખત ફાટક બંધ રહેતા લોકને હાલાકી ભોગવવી પડે છે. આસપાસના રહેવાસીઓને સતત કતારમાં ઓછામાં ઓછા 15 થી 20 મીનીટ સુધી ઊભા રહેવું પડે છે. ગાંધીધામથી આદિપુર સુધી રેલવેની વધારાની બે લાઈન નાંખવાની કામગીરી ચાલુ હોવાના કારણે જોગણી નગર નજીક આવેલ ગરનાળું બંધ કરી દેવાયું છે. જેના કારણે તેનો ટ્રાફિક પણ એલ.સી. પાંચ તરફ વધ્યો છે. જેના કારણે ફાટક પાસે વાહનોની સંખ્યા વધી જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે વધુમાં જાણવા મળી રહ્યું છે કે, આ સમસ્યામાંથી મુક્તિ અપાવવા અંડરબ્રીજ નિર્માણનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.