મુન્દ્રાના પત્રી ગામે 24 વર્ષીય યુવાનનો આપઘાત

suicide

copy image

suicide
copy image

મુંદ્રા ખાતે આવેલ પત્રી ગામે 24 વર્ષીય યુવાનએ ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંદરા તાલુકાના પત્રી ગામમાં રહેતા 24 વર્ષીય યુવાન દિવ્યરાજસિંહ રામદેવસિંહ જાડેજાએ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. હતભાગી પોતાના ઘરે હાજર હતો તે સમયે કોઈ અકળ કારણોસર સાડી વડે ફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતા જ તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.