ભુજમાં 20 વર્ષીય યુવાને એસિડ ગટગટાવ્યૂ

copy image

copy image

ભુજમાં 20 વર્ષીય યુવાને એસિડ ગટગટાવી લેતા મોત નીપજયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ શહેરના ગણેશ કાંટો હાઇવે સંજયનગરી કામરુદેશમાં રહેનાર 20 વર્ષીય જીવણભાઇ નરસિંહભાઇ સોલંકી નામના ગત તા. 6-2ના યુવાને અકળ કારણે એસીડ ગટગટાવી લીધું હતું. બનાવની જાણ થતા જ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં સારવાર દરમ્યાન તેનુ મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આદરી હતી.