ભચાઉ ખાતે આવેલ કંથકોટમાં લગ્નપ્રસંગે આવેલા યુવાન પર ચાર શખ્સોનો હુમલો

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ કંથકોટમાં લગ્નપ્રસંગે આવેલા યુવાન પર ચાર શખ્સો દ્વારા હુમલો કરી દેવામાં આવતા પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ કંથકોટમાં રહેનાર ફરિયાદી જયસુખ ઉગા પરમાર નામનો યુવાન લગ્ન પ્રસંગે ગયા હતા. જ્યાં આરોપી શખ્સ પણ આવેલ હતો. બાદમાં આરોપી ઈશમ સાથે માથાકૂટ થઈ હતી. જેથી ફરિયાદ થોડી વાર બાદ દુકાને જતાં આરોપી સાથે અન્ય ત્રણ શખ્સ પણ આવેલ હતા. જ્યાં ફરિયાદી પર ત્રિકમના હાથા વડે હુમલો કરી દીધો હતો. આ બનાવમાં ઘાયલ થયેલ યુવાનને સરવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ છે. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.