રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂ. ૨,૬૦,૧૦૨/-નો પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પુર્વ –કચ્છ,ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી.ની ટીમ રાપર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે જયરામ પેથાભાઈ ચવાણ તથા નિકુલસિંહ બહાદુરસિંહ વાઘેલા રહે. બંને તડીયાવાસ વિસ્તાર તા.રાપર વાળાઓ સાથે મળીને જયરામ પેથાભાઈ ચવાણના તડીયાવાસમાં આવેલ પોતાના કબ્જાના રહેણાંક મકાનની બાજુમાં આવેલ બાથરૂમમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. જેથી એલ.સી.બી. ની ટીમ દ્વારા ઉપરોક્ત જગ્યાએ રેઇડ કરતા નીચે મુજબનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે રાપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

હાજર ન મળી આવેલ આરોપીઓના નામ

(૧) જયરામ પેથાભાઈ ચવાણ રહે. તડીયાવાસ વિસ્તાર તા.રાપર

(૨) નિકુલસિંહ બહાદુરસિંહ વાઘેલા રહે. તડીયાવાસ વિસ્તાર તા.રાપર

દાખલ કરેલ ગુનાની વિગત-

રાપર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૮૪/૨૫ પ્રોહી.ડ.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧

આ કામગીરી લોકલ કાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.