આંબલિયારા ગામમાં પવનચક્કીમાંથી 2.22 લાખની તસ્કરી થયા મામલો પોલીસ ચોપડે ચડ્યો

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ આંબલિયારા ગામમાં પવનચક્કીમાંથી 2.22 લાખની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આંબલિયારા ગામની સીમમાં સુઝલોન કંપનીની 31 જેટલી પવનચક્કી આવેલી છે. જેમાંથી 15 જેટલી પવનચક્કી છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં પડી હતી. ગત તા. 28/2ના રાતના સમયે ચોકીદારો પેટ્રોલિંગ કરી ચોકી કરી રહ્યા હતા. તે સમયે તા. 1/3ના સવારે પવનચક્કી આ નજીક આવતા તેનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. બાદમાં અંદર વધુ તપાસ કરતાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ પવનચક્કીમાંથી  કુલ કિંમત રૂા. 2,22,000ના વાયરની તસ્કરે કરી ચોર ઈશમો ફરાર થયા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.