અંજાર પાસે આવેલ ખાનગી ટિમ્બર કંપનીમાં આગની જ્વાળાઓ ફાટી નીકળતા મોટું નુકશાન : સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં

copy image

copy image

અંજાર પાસે આવેલ ખાનગી ટિમ્બર કંપનીમાં આગની જ્વાળાઓ ફાટી નીકળતા ભારે ધોડદામ મચી જવા પામી હતી.આ આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજાર પાસે આવેલ ખાનગી ટિમ્બર કંપનીમાં આજે બપોરના સમયે આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવની જાણ અંજાર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ આગના કારણે કંપનીમાં રહેલા લાકડાના જથ્થામાં મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આ મામલે આગળને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.