છેલ્લા સાત માસથી મર્ડરના ગુના કામે નાસતા ફરતા લિસ્ટેડ આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી આદિપુર પોલીસ

copy image

copy image

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે સુચના આધારે પો.ઇન્સ. શ્રી ડી.જી.પટેલ આદિપુર પોલીસ સ્ટેશનનાઓએ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે એક ટીમ બનાવેલ જેમાં આદિપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ સાત માસથી મર્ડરના ગુના કામે નાસતા ફરતા આરોપી ભાણજી ઉર્ફે ભરત નારાણભાઈ ધુવાને ટેકનિકલ સર્વેલન્સ તથા ચોક્કસ બાતમીના આધારે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીનું નામ –

ભાણજી ઉર્ફે ભરત નારાણભાઈ ધુવા ઉ.વ.૩૭ રહે- જુની સુંદરપુરી નવરાત્રી ચોક ગાંધીધામ મુળ રહે-મથડા તા-અંજાર

દાખલ થયેલ ગુનાની વિગત:-

આદિપુર પોસ્ટે ગુ.ર.ન-૦૪૪૪/૨૪ બી.એન.એસ. કલમ ૧૦૩ (૧),૩૩૨(એ),૩૫૧(૩) તથા જી.પી. એકટ ક.૧૩૫ મુજબ

આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી ડી.જી.પટેલ સાથે આદિપુર પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો દ્રારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે.