ગેરકાયદેસ૨ દેશી હાથ બનાવટની બંદુક સાથે એક ઈસમને પકડી પાડતી આડેસર પોલીસ
copy image

મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ,પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ કાયદો અને વ્યવસ્થા જળવાઈ ૨હે તે સારૂ ગેરકાયદેસર હથિયારો શોધી કાઢી કાયદેસર કાર્યવાહી ક૨વા અંગેની વખતો-વખત આપેલ સુચનાઓ અનુસંધાને મે.ના.પો.અધિ.શ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન મુજબ આડેસર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દ૨મ્યાન પોલીસ ઈન્સપેક્ટર જે.એમ.વાળા નાઓને મળેલ બાતમી હકિકત આધારે રસુલ જમાલ હિંગોરજા, ૨હે.ટગા, તા.રાપર, જી.ભુજ કચ્છ વાળાના કબ્જા ભોગવટાની વાડીમાંથી એક દેશી હાથ બનાવટની બંદુક મળી આવતા તેને પકડી પાડી આડેસર પોલીસ સ્ટેશન લાવી તેના વિરૂધ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ તળે ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી ક૨વામાં આવેલ છે.
આરોપીનુ નામ સરનામુ
રસુલ જમાલ હિંગોરજા, ઉ.વ.૨૩, ૨હે.ટગા, તા.રાપર, જી.ભુજ કચ્છ
>
मुद्दामाल
(૧) એક દેશી હાથ બનાવટની બંદુક જેની કિ.રૂ.૫,૦૦૦/-
કામગીરી કરનાર અધિ/કર્મચારી
આ કામગીરી શ્રી જે.એમ.વાળા, પોલીસ ઈન્સપેક્ટર, આડેસર પોલીસ સ્ટેશન તથા પો.હેડ.કોન્સ. વિજર્યાસંહ સહદેર્વાસંહ તથા ચંન્દ્રકાંત ગણપતલાલ તથા ગાંડાભાઈ અણદાભાઈ તથા ભરતજી વદનજી તથા સંજયકુમાર અણદાભાઈ તથા ડ્રા.પો.કોન્સ.જયંતિભાઈ જીવાભાઈ નાઓ દ્વારા ક૨વામાં આવેલ છે.