કચ્છ મોરબીના લોકલાડીલા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ના 47 માં જન્મદિવસ ની વાગડ વિકાસ સંઘ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી

કચ્છ મોરબીના લોકલાડીલા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ને ગત તા 6 માર્ચના છેતાલીસ વર્ષ પૂર્ણ કરી સુડતાલીસ માં વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે સ્થાનિક વાગડ અને મુંબઈ મહારાષ્ટ્ર માં એક સાથે સેવા કર્યો કરતા સંગઠન વાગડ વિકાસ સંઘ તરફ થી લોકપ્રિય પ્રતિનિધિ ના જન્મદિવસની ઉજવણી રણહાક, સામખિયાળી મધ્યે કરવામાં આવી,
આ ઉજવણી નિમિતે સામખિયાળી ગામની 120 થી વધુ વિધવા બહેનોને અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું,
આ અવસર ને ઉજવવા વાગડ વિકાસ સંઘના અધ્યક્ષશ્રી લક્ષ્મીચંદ ચરલા, શ્રી ધીરજ કેશવજી નીશર, શ્રી મહેશભાઈ શાહ, શ્રી મોહન મેરિયા, શ્રી હીરજીભાઈ ગડા(દિલેરી), શ્રી મનસુખ મારાજ (શાસ્ત્રીજી), શ્રી પરેશ ગાલા, તેમજ યુરો ગ્લોબલ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીમતી સરોજબેન ક્રિશ્ચન, શ્રીમતી કુંવરબેન આહીર, મિસ આર્લીંન ક્રિશ્ચન, શ્રી રામજી ભમર કોલી, એડવોકેટ અમૃત ભટી, મિસ અવની શેરગીલ, મિસ લતાબેન ગાલા, વાગડ વિકાસ સંઘના અન્ય કાર્યકર્તાઓ, સામખિયાળી તેમજ આજુબાજુના ગામના આગેવાનો ઉપસ્થિત રહી ને કાર્યક્રમને સફળ બનાવેલ. નારી શક્તિ એ શ્રીવિનોદભાઈ ચાવડા સાહેબને તેમજ વાગડ વિકાસ સંઘ ને ખૂબ આશીર્વાદ આપેલ સાથે વાગડ વિકાસ સંઘના દરેક કાર્યોમાં સાથ અને સહકાર આપવાનો ઉત્સાહ વ્યક્ત કરેલ.