ભુજ મુંદ્રા રોડ પર કેશ નજીક ઓવરટેક કરવા જતાં સામેથી આવતી બસને ટક્કર મારી ૭ લોકોના મોત નીપજાવનાર ટ્રેલરચાલકના જામીન મંજૂર
copy image

સૂત્રો જણાવી રહ્યા છે ભુજ મુંદ્રા રોડ પર કેશ નજીક ઓવરટેક કરવા જતાં સામેથી આવતી મીના બસને ટક્કર મારી ૭ લોકોના મોત નીપજાવનારો ટ્રેલરચાલકની જામીન અરજી મંજૂર થઈ જતાં આજે ૧૩મા દિવસે જામીન પર છૂટી ગયો છે. વધુમાં આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજના સેશન્સ ૪૪ અંબરિષ વ્યાસે ૫૦ હજારના જાતમુચરકા પર આરોપી ડ્રાઈવરને જામીન પર મુક્ત કર્યો છે. અકસ્માત બાદ પોલીસે આરોપી સઘમ હુસેન અબ્દુલ સમદ (ઉ.૧. ૩૮, રહે. મીઠીરોહર, ગાંધીધામ, મૂળ રહે. છપરા, નિહાર)ની અટક કરી હતી.
વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે આરોપી ઈશમને જામીન પર છોડતી વખતે જજે નોંધેલ કે, બનાવવાળો રોડ હાઈવે છે અને વાહનોની સતત અવરજવરવાળો રસ્તો છે. હાઈવે પર સામાન્ય રીતે દરેક વાહનોની સ્પીડ વધુ જ હોય છે. રેકર્ડ જોતા જણાય છે કે આરોપી જે ટેલર ચલાવી રહ્યો હતો તેની આગળ એક ટેલર જતુ હતું અને સામેથી લકઝરી બસ આવી રહી હતી. તે જોતા હાઈવે પર ત્રણે વાહનો પોતાની યોગ્ય સ્પીડમાં ચાલતા હોવાનું માનવાને પૂરતું કારણ છે. જેટલી જવાબદારી ઓવરટેક કરવાવાળા વાહન ચાલકની હોય તેટલી જ જવાભદારી સામેથી આવતા વાહનના ચાલકની પણ હોય છે. વાહન ઓવરટેક કરીને આવતું હોય તો અન્ય વાહન રોડની સાઈડમાં ચલાવે કે રોડની સાઈડમાં પણ ઉતારી દે કે જેથી કરીને અકસ્માત નિવારી શકાય વધુમાં ભારતીય દંડ સહિતાની કલમ ૧૦૫ની જોગવાઈ મુજબ ખૂન ના ગણાય તેવા સાપરાધ મનુષ્યવધના ગુના માટેની સજાની જોગવાઈ છે તેમાં કોઈ કૃત્યથી મૃત્યુ નીપજવાનો સંભવ છે તેવું જ્ઞાન હોવું જરૂરી છે.
વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અત્યારે આ બનાવ અકસ્માતને લગતો હોવાથી આરોપીએ સામેથી આવતી બસના પેસેન્જરોને ઉજા કે તેમનું મૃત્યુ મૃત્યુ નીપજાવવાના ઈરાદા કે જ્ઞાનથી આ કૃત્ય આચર્યું હોવાનું ફલિત થતું નથી. તેથી આરોપીના જામીન મંજૂર થયા છે.