અંજાર વરસાણા સીમ વિસ્તારમાંથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંજાર પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામનાઓએ અસામાજીક પ્રવ્રુતી ક૨તા ઈસમો પર વોચ રાખવા તેમજ જીલ્લામાં પ્રોહિબીશનના કેશો શોધી કાઢવા તેમજ દારૂને નેસ્તનાબુદ કરવા આપેલ સુચન અન્વયે શ્રી મુકેશ ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજાર નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એ.આર.ગોહીલ પોલીસ ઇન્સપેક્ટર અંજાર પોલીસ સ્ટેશન નાઓ આવી પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબૂદ કરવા સારૂ સતત પ્રયત્નશીલ રહી પોલીસ સ્ટેશન વિસ્તારમા ચાલતી આવી પ્રવુતિ કરતા ઇસમો પર પોલીસ સ્ટાફના માણસો તથા ખાનગી બાતમીદારો મારફતે સતત વોચ રાખી તે દરમ્યાન ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત આધારે પ્રદિપસિંહ હેતુભા જાડેજા રહે.વરસાણા તા.અંજાર વાળો વરસાણાથી શૈયદપીરની દરગાહ તરફ જતા રોડ ઉપર આવેલ ચૌધરી બેન્સાની પાછળ ગટરની બાજુમાં બાવળોની ઝાડીમાં વિદેશી દારૂ સંતાડી રાખી દારૂનુ વેચાણ છે તેવી સચોટ બાતમી હકિકત આધારે રેઈડ કરી પ્રોહી મુદામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ગુનાની વિગત :-
અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૩૨૫૦૨૩૦/૨૫ પ્રોહી કલમ-૬૫(એ)(ઈ) ૧૧૬(બી) મુજબ
પકડવાનો બાકી આરોપી :-
(૧) પ્રદિપસિંહ હેતુભા જાડેજા રહે.વરસાણા તા.અંજાર