આદિપુર પો.સ્ટે. વિસ્તારમાંથી પ્રોહીબીશનનો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પુર્વ-કચ્છ,ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત-નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી. ની ટીમ આદિપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે પ્રોહી.બુટલેગ૨ રાજુ સીંધી રહે. વોર્ડ નં. ૨/બી આદિપુર વાળાનુ વોર્ડ નં. ૨/બી મા આશાપુરા વોટર સપ્લાય નામનો પાણીનો પ્લાન્ટ આવેલ છે. તે પાણીના પ્લાન્ટની બાજુમાં ખુલ્લા પ્લોટમાં બાવળોની ઝાડીમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે ઉતારેલ છે. જેથી ઉપરોકત જગ્યાએ જઈ તપાસ કરતા નીચે જણાવ્યા મુજબનો પ્રોહીબીશનનો મુદ્દામાલ તથા આરોપી હાજર મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીનું નામ
(૧) રાજેશ ઉર્ફે રાજુ સુંદરદાસ ટેકચંદાણી ઉ.વ. ૪૮ રહે. પ્લોટ નં. ૧૯૪,વોર્ડ નં. ૨/બી,આદિપુર તા.ગાંધીધામ (પ્રોહી.બુટલેગ૨)
હાજર ન મળી આવેલ આરોપીનું નામ
(૧) રઘુભા જાડેજા રહે. નાની ખાખર તા.માંડવી
દાખલ કરેલ ગુનાની વિગત-
આદિપુર પો.સ્ટે. ગુ.૨.નં. ૦૧૦૭/૨૫ પ્રોહી.ક.૬૫(એ)(ઈ),૧૧૬(બી),૮૧,૮૩
કબ્જે કરેલ મુદામાલની વિગત :-
૭૫૦ એમ.એલ.ની વિદેશી દારૂની બોટલો નંગ-૧૯૨ કિ.રૂ.૧,૯૧,૮૦૮/-
મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૂ. ૧૦૦૦0/-
ડુલ કિ.રૂ. ૨,૦૧,૮૦૮/-
આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.