ટ્રક ભાડે લઈ બારોબાર વેચી મારનાર વિરુદ્ધ પોલીસ ચોપડે નોંધાઈ ફરિયાદ

copy image

49.42 લાખની ઠગાઈનો મામલો અંજાર પોલીસ મથકે ચડ્યો હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે આ મામલે સૂત્રોનું કહેવું છે, આ ઠગાઈના બનાવ અંગે નંદલાલ અરજણભાઈ ઉંદરીયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જે અનુસાર ફરિયાદીના પિતા અને આરોપી બન્ને સાથે ડ્રાઈવીંગ કરતા હતા,ત્યારથી ઓળખાણ છે. તે વચ્ચે આરોપી અંજાર આવેલ અને ફરિયાદીને મળવા બોલાવી તેમની ટ્રકો રીલાયન્સમાં ચાલતી હોવાનું કહીને ભાડે રાખવી હોય તો જણાવવું એવી વાત કરી હતી. બાદમાં આરોપીએ ફરિયાદી પાસેથી બે ટ્રકને દર મહિને 28 હજાર અને રણછોડભાઈ બે ટ્રક 25 હજારના ભાડે ચડાવી હતી. જેનું ભાડુ ગત ઓગષ્ટ 2024 સુધી નીયમીત મળતું હતું પરંતુ ત્યારબાદ ન મળતા અવાર નવાર ફોન કરતા આરોપીએ મંદીનું બહાનું કર્યું હતું. બાદમાં ભુજ આરટીઓમાં તપાસ કરાવતા તેમની ટ્રકને આરોપીએ ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરીને અન્યને વેંચી મારી હોવાનું સામે આવ્યું હતું. આરોપી ઈશમે કુલ 24 લાખ રૂપીયા ભાડુ ન આપીતેમજ 25.42 લાખની છેતરપીંડી કરીને કુલ 49.42 નો લાખ વિશ્વાસઘાત કરતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.