સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ પર ચેકીંગ વેળા પાંચપીપરી ટેકરા નજીકથી પોલીસની ટીમે સ્કોરપીઓ કારમાં વિદેશી દારૂની હેરાફેરીનો કારસો પકડી પાડ્યો હતો. સાગબારાના પીએસઆઇ જે. કે.વસાવા તેમજ તેમની ટીમ ધનસેરા ચેકપોસ્ટ પર ચેકિંગમાં હતાં. તે વેળા મહારાષ્ટ્ર તરફથી આવતી એક સ્કોરપીઓ કારને અટકાવી હતી. જેમાં તપાસ કરતાં વિદેશી દારૂ ભરેલો જણાયો હતો. વિદેશી દારૂની હેરાફેરીમાં પોલીસે ઉમરપાડાના ઉચવાણના મહેશ શંકર વસાવા, ધુલિયાના આકાશ રવીન્દ્ર ભોય, દિનેશ માલી નામના ઇસમોને પોલીસે પકડી પાડ્યા હતાં. જેમાં દિનેશ કાર ચલાવી રહ્યો હતો. જયારે મહેશ વસાવા બાઇક પર અને આકાશ ભોય બીજી ગાડીમાં પાયલોટિંગ કરતાં પકડાયા હતાં. પોલીસે બધા વિરુધ્ધ ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે.