લુવારા નજીક અજાણ્યા વાહનની ટક્કરે ટ્રક ચાલકનું મૃત્યુ

ભરૂચ નેશનલ હાઇવે પર લુવારા પાસે રસ્તો ક્રોસ કરી રહેલાં એક ટ્રક ડ્રાઈવરને કોઇ અજાણ્યા વાહન ચાલકે અકસ્માત કરી પલાયન થઇ ગયો હતો. ઇજાગ્રસ્તને તાત્કાલિક ભરૂચની એક ખાનગી હોસ્પીટલમાં દાખલ કવામાં આવ્યા હતા. જ્યાં તેનું ટુંકી સારવાર બાદ મૃત્યુ નીપજયું હતું. બનાવ સંદર્ભે તેણે નબીપુર પોલીસ  ફરિયાદ લખાવતા તપાસ હાથ ધરી છે. યુપીના પ્રતાપગઢના અજય રામલખનલ યાદવનો પિતરાઇ ભાઇ સુનિલ લાલતાપ્રસાદ યાદવ તેની ટ્રક લઇને વડોદરાથી મુંબઇ પાછા જવા માટે રવાનો થયો હતો. દરમ્યાનમાં ભરૂચ હાઇવે પર લૂવારા પાટીયા નજીક આવેલી શિવકૃપા હોટલ  સામેથી રસ્તો ઓળંગી રહ્યો  હતો. તે વેળા કોઇ અજાણ્યા વાહન ચાલકે તેને ટક્કર મારતા તે હવામાં ફંગોળાઇ જઇ જમીન પર પટકયો  હતો. અકસ્માતમાં તેણે ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માત સર્જાયા બાદ અજાણ્યો વાહન ચાલક ઘટના સથળેથી નાસી ગયો હતો. ઇજાગ્રસ્તને આસપાસના લોકો તાત્કાલિક  સારવાર માટે ભરૂચની એક ખાનગી હોસ્પીટલમાં લઈ ગયા હતા. જ્યાં તેનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજયું હતું. બનાવ અંગે  પરિવારજનોને જાણ થતાં તેઓ તુરંત સ્થળ પર આવી પહોચ્યા હતા. મૃતકના પિતરાઇ ભાઈએ નબીપુર પોલીસ સ્ટેશને  ફરિયાદ લખાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *