અલ્ટો કારમાં લઇ જવાતા બીયરનાં જથ્થા સાથે ૩ ઇસમોને પકડી લેતી વરતેજ પોલીસ

વરતેજ પીએસઆઇ એચ.સી.ચુડાસમા તથા સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન પો.કોન્સ.દિગ્વિજસિંહ ગોહીલ બાતમી મળેલ કે વરતેજથી નવાગામ તરફ એક મારૂતી અલ્ટો કાર નંબર જીજે ૪ સીજે ૫૦૧૬ નંબર વાળી કાર બીયરની પેટીઓ લઇ પસાર થવાની હોય જેથી નવાગામ નજીક વોચ ગોઠવી અલ્ટો કાર પસાર થતા તેને રોકી ચેક કરતા કારમાંથી અલગ અલગ કંપનીના ૫૦૦ એમ.એલ માપના બીયર ટીન નંગ ૪૦૨ કિંમત રૂ.૪૦,૮૦૦ તથા અલ્ટો કારની કિંમત રૂ.૫૦,૦૦૦ તથા એક વીવો કંમ્પનીનો મોબાઇલ કિંમત રૂ.૨,૦૦૦ ગણી કુલ કિંમત રૂ.૯૨,૮૦૦ ના મુદામાલ સાથે ઈસમ  દયાળભાઇ પોલાભાઇ ડાભી રહે.બોરતળાવ મફતનગર તથા મુકેશભાઇ રમેશભાઇ રાઠોડ તથા હીતેશભાઇ ઉફે કાળુ સુરેશભાઇ શીયાળ રેહ.બંને નવાગામ વાળાને ઝડપી ધોરણસર ગુનો રજી કરી કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામગીરીમાં પો.સબ.ઇન્સ એચ.સી.ચુડાસમાં, એ.એસ.આઇ શીતલબેન.એમ.કળોતરા, પો.કોન્સ દિગ્વિજસિંહ સુરૂભા ગોહીલ, જયરાજસિંહ પી ગોહીલ, વિશ્વરાજસિંહ અનિરૂધ્ધસિહ વાઘેલા, રાજદીપસિંહ ગજેન્દ્રસિંહ ગોહીલ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *