આદિપુર પોલીસ દ્વારા તેરા તુજ કો અર્પણ અભિયાન અંતર્ગત ખોવયેલ પર્સ શોધી રૂ.૨૯૫૦૦/- મુળ માલીકને પરત કરાયા

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ તેરા તુજકો અર્પણ અંતરગત મુળ માલિકને મુદામાલ પરત કરવા સુચના આપેલ હોય જે અનવ્યે નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર તથા પો.ઇન્સ.શ્રી ડી.જી.પટેલ સાહેબા નાઓના માર્ગદર્શન મુજબ આદીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમા રહેતા ફરમાન જલલુદિન ખાન રહે-આદિપુર વાળાનાઓનુ આજરોજ આદિપુર રામબાગ રોડ પર પર્સ પડી ગયેલ હોઈ જે સી.સી.ટી.વી. સર્વલન્સના આધારે શોધી ખોવયેલા પર્સ તથા રોકડ રૂ.૨૯૫૦૦/- શોધી તેના મુળ માલીકને આદીપુર પોલીસ સ્ટેશન ખાતે બોલાવી પરત કરવામાાં આવેલ છે.

મુદામાલની વિગત

રોકડ રૂ.૨૯૫૦૦/-

આ કામગીરી આદીપુર પોલીસ સ્ટેશનના પો.ઈન્સ.શ્રી ડી.જી.પટેલ સાથે આદીપુર પોલીસ સ્ટાફના માણસો દ્રારા આ સફળ કામગીરી કરવામાાં આવેલ છે.