“ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જુની લેબર કોલોની, આર.ઇ. પાર્ક પાસેથી માદક પદાર્થ ગાંજા ના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી) પશ્ચિમ કચ્છ- ભુજ”

અધિક પોલીસ મહાનિદેશકશ્રી, એ.ટી.એસ. (ગુ.રા) અમદાવાદનાઓના માર્ગદર્શન હેઠળ કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવેલ હોઇ જે અન્વયે શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ,ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ એન.ડી.પી.એસ. ની પ્રવૃતિ સાથે સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જેથી એન.ડી.પી.એસ.ની બદી સદંતર નાબુદ કરવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા તાબાના કર્મચારીઓને સુચના આપેલ હોઇ, જે અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓ કાર્યરત હતા.

દરમ્યાન આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ રાઠોડનાઓને મળેલ ખાનગી રાહે સચોટ બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી આર.ઇ.પાર્ક, જુની લેબર કોલોની, ખાવડા ખાતે આવેલ આરોપીની કબ્જા ભોગવટાની દુકાનમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૨.૩૧૫ કિલોગ્રામ કિ.રૂ. ૨૩,૧૫૦/- નો માદક પદાર્થ ગાંજો પકડી પાડી નીચે જણાવેલ ઈસમો વિરુદ્ધ ખાવડા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ ઇસમની વિગત-

  • જતીન રંજન બરાલ ઉ.વ.૩૨ હાલ રહે અદાણી આર.ઈ પાર્ક મધર્સ કિચન દુકાનમાં. ખાવડા તા.ભુજ મુળ રહે મુળ રહે. એકાદાલીઆ (કુમારન) તા.બાનપુર જી ખોરદા રાજ્ય – ઓરીસા
  • હાજર નહી મળી આવેલ ઇસમની વિગત-
  • સંદીપ બ્રિજરાજ સ્વૈન હાલ રહે અદાણી આર.ઈ પાર્ક મધર કિચન દુકાનમાં ખાવડા તા.ભુજ મુળ રહે મકાન નંબર પર, પટનાશાહી, પોસ્ટ નાહરાકંટા, પોલીસ સ્ટેશન બલિઅંટા, જિ. ખોરડા રાજય ઓરીસા
  • પકડાયેલ મુદામાલની વિગત-(કુલ્લે મુદામાલ કિ.રૂ.૭૫,૫૫૦/-)
  • માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૨.૩૧૫ કિલોગ્રામ કિ.રૂ. ૨૩,૧૫૦/-
  • મોબાઇલ નંગ ૦૧, કિ.રૂ. ૫,૦૦૦/-
  • એક વજન કાંટો જેની કિ.રૂ ૧૦૦૦/-
  • રોકડા રૂ. ૪૬,૪૦૦/-
  • ► સ્ટીલનો ડબ્બો કિ.રૂ. 00/-
  • બગલ થેલો કિ.રૂ.00/-
  • સેલોટેપ વિંટેલ સફેદ કલરની કોથળી કિ.રૂ.00/-
  • કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ-
  • લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ, તથા એલ.સી.બી.ના એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ રાઠોડ, ક્રૃષ્ણદેવસિંહ ગોહિલ,નિલેશભાઇ ભટ્ટ તથા પો.હે.કો. ધરમેન્દ્રભાઇ રાવલ, શકતિસિંહ ગઢવી, દિવ્યરાજસિંહ ઝાલા તથા ડ્રા. ભાવેશભાઇ ખટાણા, અશ્વિનભાઇ ગઢવી તથા એસ.ઓ.જી.ના પો.હે.કો. રજાકભાઈ સોતા નાઓએ કરેલ છે.