માધાપરમાં 27 વર્ષીય યુવાનનો આપઘાત

suicide

copy image

suicide
copy image

 માધાપરમાં 27 વર્ષીય યુવાનએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ માધાપરની ભાદરકા સોસાયટીમાં રહેતા 27 વર્ષીય યુવાન શંકરગિરિ અશોકગિરિ ગોસાઇએ જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. હતભાગી પોતાના ઘરે હાજર હતો તે સમયે કોઈ અકળ કારણોસર લોખંડની આડી ઉપર સાડી બાંધી ગળે ટૂંપો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતાં તેને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.