માંડવીના મોમાયમોરામાં 68 વર્ષના વૃદ્ધએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
copy image

માંડવી ખાતે આવેલ મોમાયમોરામાં 68 વર્ષના વૃદ્ધએ ગળે ફાંસો ખાઈ જીવન સંકેલી લીધું હતું.આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ માંડવીના મોમાયમોરામાં એકલવાયું જીવન જીવતા અને માનસિક રીતે અસ્વસ્થ તથા લકવાગ્રસ્ત પ્રાણજીવન રાજગોર પોતાના ઘરે હાજર હતા તે સમયે કોઈ અગમ્ય કારણોસર લોખંડના પાઇપમાં ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આદરી છે.