રાપરના ગાગોદરમાં સ્મશાન સુધીનો માર્ગ બિસ્માર હાલતમાં હોવાના કારણે લોકને હાલાકી

copy image

રાપરના હાઈવે પર આવેલાં ગાગોદરમાં સ્મશાન સુધીનો માર્ગ બિસ્માર હાલતમાં હોવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગામના જીવરાજ ગેટથી સ્મશાન સુધીના માર્ગે રોજ વિદ્યાર્થીઓ સહિત બહોળી સંખ્યામાં લોકોની અવરજવર હોય છે. ખેડૂતો વાડી-ખેતરે આવતા જતા હોય છે. આ રસ્તા પર કાયમ પાણી ભરેલું હોવાથી લોકોને આ રસ્તા પરથી પસાર થવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આ ખખડધજ માર્ગને નવો બનાવી ડામરથી મઢી દેવા અંગે રજૂઆત કરવામાં આવેલ છે.