દેશભરમાં ઉનાળાની શરૂઆત સાથે રાજ્યમાં ગરમીને લઈને એલર્ટ જારી

copy image

ગુજરાત રાજ્યથી માંડીને દેશભરમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે માહિતી મળી રહી છે એ મુજબ હવામાન વિભાગે રાજ્યમાં ગરમીને લઈને એલર્ટ જારી કરી દીધું છે. જેમાં ગુજરાતના 13 જિલ્લાઓમાં ‘લૂ’નું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આગામી 12 માર્ચ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી સાથે ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી કરી દેવામાં આવેલ છે. જેમાં આગામી ત્રણ-ચાર દિવસ તાપમાનનો પારો 40-42 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે.