રાજકોટમાં યુવાને લગ્નના આઠમાં દિવસે માર્ગ અકસ્માતનો ભોગ બનતા જીવ ગુમાવ્યો

copy image

રાજકોટમાં યુવકના લગ્નના આઠમાં દિવસે માર્ગ અકસ્માતનો ભોગ બનતા જીવ ગુમાવવાનો આવ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટમા સિદ્ધરાજસિંહ જાડેજા નામનો યુવાન ઢેબર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો તે સમયે દરમ્યાન અજાણ્યા કાર ચાલકે તેને હડફેટે લેતા આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચવાના કારણે 30 વર્ષીય સારવાર દરમ્યાન મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.