રાજકોટ : ગાંધીગ્રામ પોલીસે કોટેચા ચોકથી યુનિવસ્ર્ટિી રોડ પર વોકહાર્ટ હોસ્પિટલ પાછળથી એકસેસ ટુવ્હીલર નં. જીજે ૩એચબી ૨૬૪૨માં શરાબની પાંચ બોટલ સાથે નીકળેલા ગાયત્રીનગર ૩/૭ના ખુણે રહેતાં મયુર નરેશભાઇ વૈઠા (સોની) (ઉ.૨૭)ને ઝડપી પાડી બોટલો તથા વાહન મળી રૂ.૨૪ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે. પી.આઇ. વી.વી. ઓડેદરાની રાહબરીમાં એએસઆઇ એમ. વી. લુવા, કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા, ટ્રાફિક બ્રિગેડ વિમલસિંહ પરમાર પેટ્રોલીંગમાં હતાં. ત્યારે બાતમી પરથી વોચ રાખી આ ઈસમને ઝડપી લેવાયો હતો. આ ઈસમ ઇમિટેશનનું કામ કરે છે. દારૂ કયાંથી લાવ્યો? તે અંગે વિશેષ પુછતાછ થઇ રહી છે.