લક્ષ્મીપરામાં જુગાર રમતા સાત શંકુનીઓ પકડાયા

લખતરના લક્ષ્મીપરા શેરીનં.1માં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે લખપત પી.એસ. આઈ. વાય. એસ. ચુડાસમાની તથા સ્ટાફનાઓએ રેડ કરી હતી. જેમાં શહેરમાં ગંજીપાનાંનો તીનપતીનો જુગાર રમતાં સલીમશા લાલશા દિવાન, ભરતભાઇ પ્રેમજીભાઈ સતાપરા, લાલજીભાઈ ત્રિભોવનભાઈ માથકિયા, રમેશ પ્રભુભાઈ લખતરિયા, ચંદુલાલ ધીરજલાલ ગટેસણીયા, અમૃતભાઈ દેવશીભાઈ ધોળકિયા અને નસીબખાન ઉફે મુનનો ભાણજીખાન મલેક રહેવાસી બધા લખતરનાંઓને ગંજીપાના રોકડ રૂ.11,070 સહિતનાં મુદામાલ સાથે ઝડપી જુગારધારા અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની  તપાસ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *