વિદેશી દારૂના ગુનામાં છ વર્ષથી પલાયન એક શખ્સ પકડાયો

મોરબી છેલ્લા છ વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા જામનગરના શખ્સ ભીખુ ટાંકોદરાની વાંકાનેર પોલીસે અટક કરી છે. આ અંગેની વિગત અનુસાર પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલાની સૂચના હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક બનો જોષીના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં નાસતા ફરતા શખ્સોઓને ઝડપી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી. દરમ્યાન પોલીસે બાતમીના આધારે સખ્સ ભીખુભાઈ ગોરધનભાઈ ટાકોદરા( રહેવાસી જામનગર) ની અટક કરી હતી. શખ્સની કારમાંથી બનાવટી ઈંગ્લીશ દારૂની અલગ-અલગ કુલ ૮૮૬ બોટલ જેની કિંમત ૫૫,૮૦૦ ની મળી આવી હતી. જેથી પોલીસે બધો જથ્થો કબ્જે કરી તજવીજ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે આ દારૂનો જથ્થો રામદાસ ભીખુદાન ગઢવી પાસેથી લાવવામાં આવ્યો હતો. મહત્વનું છે કે રામદાસ ભીખુદાન નામનો શખ્સ છેલ્લા દ્યણા સમયથી નાસતો ફરતો હતો અને બાતમી મળી હતી કે આ નાસ્તો ફરતો શખ્સ રામદાન પ્રભુદાન ગઢવી રાજકોટ મધ્યસ્થ જેલમાં પાસાના કામેથી મુકત થવાનો હતો. જેથી પોલીસે વોચ ગોઠવી નાસતા-ફરતા શખ્સ રામદાન પ્રભુદાન ગઢવીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન લઈ પૂછપરછ શરૂ કરી હતી શખ્સની રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *