લખપત ખાતે આવેલ દયાપરમાં પાંચ વાડીમાંથી એક સાથે કેબલ ચોરી થઈ હોવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો

copy image

copy image

  લખપત ખાતે આવેલ દયાપરમાં પાંચ વાડીમાંથી એક સાથે કેબલ ચોરી થયા હોવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે આ અંગે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ  દયાપરના વાડીવિસ્તારમાં વાડી ધરાવતા હરિલાલભાઈ મૈયાત દ્વારા આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અનુસાર ગત તા. 7/3ના સાંજથી બીજા દિવસના સમયગાળા દરમ્યાન તેમની વાડીમાંથી 200 ફૂટ જેટલો વાયર કિં. રૂા. 11,500, જ્યારે તેમના ભાઈની વાડીમાંથી 60 ફૂટ જેટલો કેબલ કિં. રૂા. 3500 ના વાયરની ચોરી થઈ હતી. ઉપરાંત આ બનાવ અંગે આસપાસ જાણ કરી તપાસ કરતાં અન્ય ત્રણ વાડીમાંથી પણ વાયર 90 ફૂટ કિં. રૂા. પપ00, 140 ફૂટ વાયર કિં. રૂા. 7700 ,  40 ફૂટ કેબલ કિં. રૂા. 1800 એમ કુલ 530 ફૂટ કેબલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ વિસ્તારમાંથી કુલ 530 ફૂટ કિં. રૂા. 30,000ની કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી ફરાર થઈ જતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.