નખત્રાણામાં અજાણ્યાં વાહનની હડફેટે બાઈક ચડતા 30 વર્ષીય યુવાનનું મોત

copy image

copy image

નખત્રાણામાં બાઇકને અજાણ્યાં વાહને હડફેટે લેતાં બાઇક પર સવાર 30 વર્ષીય યુવાનનું મોત થયું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ  જે.પી. હોટલ-કે.વી. હાઇસ્કૂલ વચ્ચે અજાણ્યાં વાહને બાઇકને હડફેટે લેતાં બાઇક સ્લીપ થઈ જતાં આ અકસ્માત સર્જાયો હતો. બાઈક સ્લીપ થતાં બાઇક પાછળ બેઠેલા સલીમને ગંભીર ઇજાઓ પહોંચી  હતી. ગંભીર ઇજાઓના પગલે તેને સરવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. તેમજ બાઈક ચાલકને સામાન્ય ઇજાઓ થઇ છે.  વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે આ બનાવ અંગે હાલ સુધીમાં કોઈ ફરિયાદ દાખલ કરવવામાં આવેલ નથી.